ગુરુ : ધી સુપરહ્યૂમન 

ગુરુ-ધી સુપરહ્યૂમન   

“ગુમનામી કે અંધેરે મેં થા, પહેચાન બના દિયા

દુનિયા કે ગમ સે મુજે અંજન બના દિયા

ઉનકી એસી કૃપા હુઈ

ગુરુ ને મુજે એક અચ્છા ઈન્સાન બના દિયા”- અજ્ઞાત  

 

      ગુરુ…..ધી નેમ ઇટસેલ્ફ સેયસ એવરીથિંગ,

હું કઈ તમને પેલા રાડો પાડી-પાડી ને જબરજસ્તી થી માથે ચડી ગયેલા,ફાલતુ નો સત્સંગ કરતા,બધુ ત્યાગી ને એમના શરણ ને આધીન થઈ જવું એવી બકવાસ વાતો કરનારા,કોઈ માર્કેટિંગ કંપની હોય એવા એમ સભ્યો(શિષ્યો) બનાવતા કોઈ ગુરુ ની વાત નઈ પણ………

      ગુરુ એટ્લે કે તમારા જીવન ને એક સ્ટેપ ઉપર લાવવામાં મદદ કરતાં હોય,તમને ડગલે ને પગલે બસ આ ગામ ની ચિંતા કર્યા વગર તમારા કામ માં આગડ વધવાનું કહેતા હોય,ગમે તેવી ખરાબ પરિશ્તિતી કેમ ના હોય, તમને બીજા ભલે ગમે તે કહેતા હોય પણ તમારા ગુરુ કે તમારા મેન્ટર એ તમારો સાથ ના મૂકે,તમને હમેશા પોસિટિવ,મોટિવેટ અને એકલતા ના અનુભવવા દે.

          ભગવા ધારણ કરેલા જ ગુરુ નથી હોતા પણ આગડ કીધું એમ ગુરુ એ તમારા મોમ-ડેડ, ટીચર-પ્રોફેસર, નાનું બાળક,આપનાદોસ્તાર,ગર્લફ્રેન્ડ,ભાઈ,ભાભી,બુક્સ,ફોન,ઇન્ટરનેટના વિકિપેડિયા,ગૂગલ,ફેસબુક થી લઈને સાચી શિખામણ આપતા ભાભા એ દરેક વ્યક્તિ કે જેમને તમારા વિકાસ ને,તમારા મગજ નો શેપ બદલ્યો છે,ઇમ્પૃવ્મેંટ કરી એ બધા જ ગુરુ છે,

      આજ ના આ “ગુરુ-પુર્ણિમા” ના દિવસે હું મારા ડગલે ને પગલે સાથ દેનારા ગુરુ એટલે કે મારા મમ્મી-પપ્પા & ભાઈ તો ખરા જ બટ સ્પેશિયલી જેમની સાથે મોટાભાગ નો સમય વિતાવતા હોય બોલે તો સ્કૂલ એન્ડ કોલેજ ના મારા ટીચરસ & પ્રોફેસર્સ નો એટલો આભારી છું કે જેનું માપદંડ ના હોવાથી એ દર્શવ્વુ અશક્ય છે,મારા KG ના હિના ટીચર થી લઈને હાલ કોલેજ ના મારા બેસ્ટ હિમાની રાજપૂત  મેડમ,ફેવરિટ નિમિષા ટીચર થી લઈને ગ્રેટ ફિલોસોફર તુષાર લાડ સર આ મારા માટે કોઈ ભગવાન થી ઓછા નથી અને સાચું કહું તો ભગવાન કરતાં હું આ મારા પ્રિયજનો નું વધુ માનું છું,

      આ જણાવેલ વ્યક્તિ નો કઈ રીતે આભાર માનવો એ જ કઈ સમજાતું નથી,તેમણે ખાલી આ ચોપડીયા જ્ઞાન ને બદલે આ રિયલેસ્ટિક દુનિયા માં કેમ જીવવું એ સિખવ્યૂ છે,હું તો બસ એટલું જ કહી શકુ કે

ક્યા દૂ ગુરુ દક્ષિણા, મન મે હે યે સોચું,

ચુકા ના શકું કર્જ તુમ્હારા,આપના ચાહે જીવન સારા દેદૂ

”- અજ્ઞાત

એમ તો કઈ રોજ રોજ થેંક્યું ના કહી સકતા હોય પણ ક્યારેક આવા દિવસો આવે ને ત્યારે આભાર વ્યક્ત કરવાથી મારૂ જ મન મોકડું થઈ જાય છે,અને આ ઘણી બધી વિભૂતિ હાલ કોન્ટેક માં નથી પણ ભગવાન ને એ જ કહવાનું કે એમને તંદુરસ્ત,ખુશ-ખુશાલ જીવાડે અને બસ આજ રીતે મારી સાથે રહજો બીજું કઈ જોતું નથી ભગવાન પાસે થી,………રેસ્ટ વિલ્ બી ધી હિસ્ટ્રી

 

આપનો લાડકો દીકરો

વિશાલ કાંતિલાલ તેરૈયા

 

 

 

 

 

 

 

 

                   (Life : To be continued)

Advertisements

ડર : લેટ્સ ટેક ચાંસ

એ વસ્તુ જ હંમેશા કરવી જેનાથી તમને ડર લાગે, આ કાર્ય વારંવાર કરતાં રહો, આ એક જ ઝડપી રીત છે જેમાં નક્કી જ ડર પર કામિયાબી હાંસિલ કરી શકો છો.”—ડેલ કારનેગી

 

ગુજરાત ના સુરતસિટી માં મિકેનિકલ ઈંજીનિયરિંગ માં એક વિધ્યાર્થી ભણતો હતો, ભણવા માં સ્માર્ટ,દેખાવે પણ એક દમ શાહરૂખ ખાન.પરંતુ નાનપણ થી મમ્મી-પાપા ની એક જ ઈચ્છા કે આપણો છોકરા ખૂબ ભણે-ગણે ને આગળ વધે,એ નો ભાઈ તો ભણવામાં માં એક દમ અવ્વલ, એટ્લે સ્વાભાવિક છે કે એ વિધ્યાર્થી પર “માર્કસવાદ” નો પ્રભાવ રેહવાનો જ.           એ વિધ્યાર્થી હંમેશા “ઓન્લી સ્ટડી નથિંગ એલ્સ” ની માન્યતા સાથે બોર્ડ માં તો જોરદાર સફળતા મેળ્વી,ત્યારબાદ જ્યારે એંન્જિનિયરિંગ માં આવ્યો તો એને લાગ્યું કે સાલું માર્કસ જ બધુ નથી અને એ ભાઈ ને એક જ બહુ મોટો ડર હતો અને લગભગ દરેક લોકો ને હોય છે….”પબ્લિક સ્પીકિંગ”.કોલેજકાળ માં તો નાના-મોટા પ્રોગ્રામ તો ચાલુ  હોય છે ને એ છોકરા ને બહુ ઈચ્છા રહતી કે ક્યારેક જિંદગી માં માઇક પકડવા મળે,સમય એની રીતે જતો હતો ને એક દિવસ સ્વતંત્રતાદિન ને દિવસે “વ્રકૃત્વ સ્પર્ધા” માટે ભાઈ એ આંખ બંધ કરી ને નામ નોંધાવી દીધું,પછી ????

બસ 2-5 દિવસ રહ્યા હતા ને “સ્ટેજ-ફોબિયા” એ ચરમસીમા એ હતો, લગભગ નક્કી જ કરી લીધૂ હતું કે આપના થી નહીં થાય ત્યારે અચાનક જ થયું કે એક જ વાર ટ્રાય કરી એ પછી એવું હોય તો જોયું જાય શું કરશું,ને ત્યાં જ એને થયું કે આ બાબતે કોઈક જાણકાર ની મદદ લેવી એમાં તો નસીબજોગે અમારા મેનેજમેંટ ના એક મેડમ જે હંમેશા એઙ્કરિંગ કર્તા હોય તો એંમને મલ્યો,બસ તેમણે થોડા મોતીવેશનલ પમ્પ માર્યા ને કીધું કે “અરીસા સામે જો ને થોડી પ્રકટીસ કરો બાકી બધુ થે જશે,મને વિશ્વાસ છે “ એ  પણ ખૂબ જ જોર માં હતો ને એક ફાડું સ્ક્રીપ્ટ બનાવી ને ખૂબ પ્રેક્ટિસ કરી,રેકોર્ડિંગ કરી ને વારંવાર પ્રેક્ટિસ કરી ને દિવસ આવ્યો 15th ઓગસ્ટ 2016.

3-4 લોકો એ જ્બ્ર્જસ્ત સ્પીચ આપી,ને મારી “હાર્ટબિટ” એ મારા હ્રદય બહાર આવી જતી હોય એમ ધડામ-ધડામ થતું હતું ને નામ આવ્યું ,પાર્ટી ઊભા થયા સરસ્વતી માતા ને વંદન કરી ને બોલવાનું ચાલુ કર્યું, 5 થી 6 મીનીટ નું એ ભાષણ પૂરું થયું ,બસ એ ભાઈ નિરાશ થઈ ને સ્ટેજ પરથી નીચે આવ્યો ક સાલું ધાર્યું એવું ન સ્પીચ આપી. પછી રાહ જોવાઈ રહી હતી પરિણામ ની અને એ વિધ્યાર્થી રાહ જોઈ રહ્યો હતોકે આ પરિણામ નો ટીમેપસ્સ પૂરો થાય એટ્લે હોલ ની બહાર જવા મળે,કેમ કૅ ઇનો તો નંબર આવવાનો જ ના હતો એવો એને વિશ્વાસ, અને અચાનક જ “વ્રક્ર્ત્વ સ્પર્ધા માટે 1st પ્રાઇઝ ગોસ ટુ..  ” ને એ જ વિધ્યાર્થી હતો જે હોલ માથી,પરિસ્થિતી માથી ભાગવાની વાત કરતો હતો,પછી તો બધુ જ બદલાઈ ગયું હોય એમ એને તો માઇક નો નશો લાગી ગ્યો હોય એમ ,એન્કરિંગ,ઈલોક્યુશન,ડિબેટ દરેક જ્ગ્યા એ એના જ નામ દેખાતા હતા ને આખી કોલેજ માં અને ધીમે ધીમે સમાજ માં પણ બોલવાનું ચાલુ કર્યું ને ક્યારેય ઊભો ના રહ્યો.

જો એ વિધ્યાર્થી એ આંખ બંધ કરી ને એમાં ભાગ ના લીધો હોત,થોડી હિંમત રાખી ને ચાંસ લીધો એ એક ચાંસ એ એની જિંદગી બદલી નાખી ,પછી પબ્લિક સ્પીકિંગ માં તો બાદશાહ થઈ ગ્યો,અને સૌથી મહત્વ નું કૅ એને જે વસ્તુ નો ડર લાગતો હતો એ જ વસ્તુ એની જિંદગી ની સૌથી પસંદીત વસ્તુ બની ગઈ હતી .આપણે પણ એફકેટી એ જ કરવાનું છે ટેક ચાંસ, યેક એક્શન અને રેસ્ટ વિલ્ બી હિસ્ટ્રી ..

 

 

“Your Problem is the bridge the gap between where you are now and the goals you intend to reach” – Earl Nightingale

 

 

 

 

                   (Life : To be continued)

TRAVEL : ખુદ જ ખોવાઈ , ખુદ ને શોધવા નો રસ્તો….ધરા સ્વર્ગ ની રાહે : Voyage da GOA

સંધ્યા ટાણું છે હાલ..હું ધીરે ધીરે મારા ડિપ્લોમા ના મિત્રો નિકલો, ચકાભાઈ, નયલો, ધવલો અને કપિલ સાથે ટ્રેન ની હાલક ડોલક માં ફાંકા મારતા મારતા ગોવા ની રાહે ઊપડ્યા છે ને અચાનક જ એવા ટોપિક પર આવી ગયા જે કોઈ મોટા મોરારીબાપૂ કે કોઈ મોટા સત્સંગી હોય તેમની જેમ જીવન ની સાચી મજા આ રઝળપાટ અને મારા પપ્પા કયે એની જેમ “ઘર માં પડ્યો પાણો ય કંઈક કામ આવે પણ આ રખડવા વાળા નું કાંઈ ના થાય”.

મને તો ક્યારેક એમ થાય કે સાલું બધી સારી સારી જગ્યા આ GOD (Goa) ,આપણાં ભોળનાથ (હિમાલય) જેવી કુદરત ની અત્યંત બેસ્ટ માં બેસ્ટ જગ્યા એ જ જેઇ ને વસ્યા છે તો આપણો શું વાંક??

ઘણા લોકો ને જોયા,વાંચ્યું અને ઘણી રીતે ખુદ અનૂભવેલ વાતો કે આપણે આ ગામ ની ઉપાદી મૂકી ને શું કામ “Travel” એ વાત ઉપર થોડા મારા આંતરિક મંતવો મુકું છું,કે મારા માટે કઈ રીતે યાત્રા નું importance છે.

 • થોડું તમારા માટે જીવો : સમય ખુબ જ ઓછો છે
  અપને રોજે રોજ ની એક ની એક જિંદગી સવાર થી સાંજ સુધી બરતરા કરી ને બીજા દિવસ નો એલાર્મ વાગે એટલે આ જ પાછું Repeat ટેલીકાષ્ટ પર મૂકીએ છીએ.પરંતું વસ્તુ એ જ છે કે એટલી બધું ટેન્શન,ઉપાદી, ભેજા મારી થી અંતે શું મળે આ જરીક નિસકર્ષ કાઢીએ તો સાલું તમે ખુદ માટે તો જીવતા જ નથી.તો આ જ શોધવા માટે ફરવું જરૂરી છે.
 • તમને જ ખબર નથી કે તમે શું કરી શકો છો  
  Travel એ તમારી ખુદ ની ખાસિયત,તમારી સ્કીલ જાણવા માં એવી મદદ કરે કે તમને ખુદ વિશ્વાશ ના થાય.
 • નિર્ણય શક્તિ વધારશે
  Travel કઈ તમને દરેક સારા જ અનુભવ નહિ આપે આ તો તમને પહેલા ફુલ આપશે ને પછી ખેંચી ને એવી ઝાપટ મારે કે કામકમાટી ઉપડી જાય, ને આવી પરિસ્થિતિ માં કુદરત જે શીખવે આ દુનિયા ની કોઈ કોલેજ ના શીખવાડી શકે,
 • ફક્ત નીકળી જાવ…બાકી નું ભગવાન પર છોડી દો  
  એક વસ્તુ તમને હજારો લોકો થી સાંભળવા મળશે કે કઈ હતું નહિ એક દમ easy છે…તો કર્યું કેમ નઈ???વસ્તુ આ જ છે …..એક ધક્કો લાગી જાય એટલે બધું સરળ થઈ જાય.
 • નવી ભાષા,સંસ્કૃતિ અને લોકો ને જાણવા મળે
  આ દુનિયામાં અનેક ભાષા છે ને અને સંસ્કૃતિ. અને દરેક ની જીવવાની પદ્ધતિ અલગ હોય છે.આપણા ગુજરાત માં તો “બાર ગામે બોલી” બદલાય પણ જો આપડે આ જગ્યા થી દૂર જાય તો કેટલી મોજ આવે.એ ને નવા નવા લોકો,દરેક ની નવી રીત એમાં થી નવું જાણી ને આપડા જેવા engineer ને બૌ નવીન idea આવ્યા એવું સાંભળેલ છે.
 • તમારી ક્રિએટિવિટી માં ધરખમ વધારો કરશે.
  ઉપર કહ્યા મુજબ જ જેમ અલગ અલગ ભાષા ને સંસ્કૃતિ ને સમજસુ તેમ તેમ અંદર ગૂંચવાઈ ને સાલું એવું કૈં થઈ જશે કે મજા જ આવી જાય.
 • બીજા પર વિશ્વાસ કરતા શીખવશે
  “શહેરીકરણ” ને કોર્પોરેટ કલ્ચર માં મોઢે જૂઠું ને પાછળ થી છરા ભોંકવા ની બઉ જ ખરાબ આદત એ ભલા માણસ ને એટલી વાર છેતરી નાખે કે પાછો વિશ્વાશ કરવા માં અત્યંત ચીંગુસાઈ બતાવે..તો જો તમે વધુ પ્રવાસ ખેડો તો તમે ધરી નઈ શકો એટલી હદે માણસો સારા છે આ અહેસાસ થશે ને અદભુત હોય છે…”Relationship Depends directly propositional to trust”
 • Problem solving સ્કીલ વધશે અને તમે બીજા માટે fire-બ્રિગેડ સમાન બનશો.
  “માથે આવે ને તો કુદરત શીખવાડે”…એટલા માં જ સમજી જજો ..વધારે કાંઈ લોડ નથ આપવો
 • ઘર નું મહત્વ સમજાશે
  આ તો સૌથી મહત્વ નો ફાયદો છે.”universe નો છેડો ઘર” આ અનુભૂતિ થવાની જ છે..
 • નવું શીખવા મળે
  નો કમેન્ટ…..બધું આ જ છે જિંદગી માં.
 • આગળ વધવાની પ્રેરણા બનશે
  જો તમે એક mountain ચડો ને ઉપર પોહચી ને તમેં એ સાબિત નથી કરતા કે દુનિયાના લોકો તમને જોય છે બટ તમે દુનિયા ને આરામ થી નિહાળી શકો છો. ને આ સમય આવે તો મન માં પહેલો વિચાર આ જ આવશે કે હવે તો બીજા mountain નો વારો
 • વધુ મેહનત ને પૈસા કમાવા ની હિંમત આપે
  આ બધી રામાયણ ત્યારે જ થાળે પડશે જયારે ખીચા માં કંઈક હશે…ઠં ઠં ગોપાલ હોવ તો ફાંકા મારવા સિવાય કૈં નાથાય.

બસ આ કોઈ મેં તમને મોટીવેટ કરવા નઈ પરંતુ જે સત્ય છે એ જ જાણવું છું ……બાકી તો તમે ને તમારી તન્હઈ ..કરો મોજ-એ-આરામ..હસતા રહેજો જલ્સા કરો ક્યારે વિકેટ પડી જશે ને ખબર ય નઈ પડે…

બસ એટલુંજ…

આપનો લાડકો એન્જીનિયર

વિશાલ કાંતિલાલ તેરૈયા

cropped-101.jpg

કલામ સાહેબ ની શિખામણો

                                          “ક્યારેય પણ પહેલી જીત પછી રોકાઈ ના જવું,                                                                                   જો તમે બીજા કામ ના નિષ્ફળ થશો તો તમારી પહેલી જીત                                                ને ભાગ્ય નું નામ આપવા માટે હજારો લોકો આતુરતાથી તૈયાર હશે”—ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

 

abdul-kalam-l

 

કલામ સાહેબ કે જે એક પ્રેસિડેંટ,એરો-સ્પેસ એંજીનિયર,પ્રોફેસર,ટીચર,લેખક અને એક હાર્ડ વર્કિંગ દેશ પ્રેમી હતા. એ હમેશા દરેક ભારતીય માટે એક ઉર્જા અને મોટિવેશન નું પાવર હાઉસ રહ્યા છે.જેમની આત્મકથા “Wings of Fire” તથા ઘણા બધી વાતો કે જેમનો Winning એટ્ટીટ્યૂડ ને દર્શાવે છે જેમની વાર્તા કે એવા એટ્ટીટ્યૂડ સાથે કામ કરવા માટે પ્રેરિત કરે નીચે બતાવી છે.

 1. ફેઇલ્યુર ને મેનેજ કરવું

કલામ સાહેબ હમેશા કહેતા કે આપણે ફેઇલ્યુર થી ડરી ને ભાંગી-તૂટી ના પડતાં ફેઇલ્યુર ને શાંતિ થી જોવો પછી અને એ સુધારવનું તો ખરું જ પરંતુ એને મેનેજ કરતાં સિખવું જોઈ એ,હેન્ડલ કરતાં સિખવું મહત્વ નું છે. જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરવાના તેમાં પ્રોબ્લેમતો આવવાની જ અને એમાં જ મજા છે.

પ્રોબ્લેમ ને તમારી શીપ(જહાજ) રૂપી લાઈફ નો કૅપ્ટન કોઈ દિવસ બનવાના દેવું એના બદલે તમારે જ કૅપ્ટન બની ને તમારી લાઈફ ને કિનારે પોહચડવું તેમજ પ્રોબ્લેમ ને દૂર કરવી અને ગમે તે વાવજોડા સામે જજુમવા માટે તૈયાર રહી ને વિજયી થવું.

 1. ધમાકેદાર ભવિષ્ય હકીકતમાં

કલામ સાહેબ એ એંજીનિયર ને પ્રત્યે તેમજ શોધ બોલે તો ઇનોવેશન અને ડિસ્કવરી પર ખૂબ જ ભાર આપતા અને એમાં પર ઉતરવા માટે તેમણે થોડા મંતવ્ય આપ્યા જેમ કે જો તમારે કઈક ઇનોવેટ કરવું હોય તો 24×7 તમારા રિસર્ચ કામ કરવું અને તમારા પ્રોડક્ટ કે વસ્તુ છેલ્લે કેવી હસે આ વિષે વિચરવું બોલેતો “ઈમેજિન ધ વંડરફૂલ આઉટકમ ”

 1. દિલ મોટું રાખો

યુનિવર્સિટિ ઓફ ફ્લોરિડા માં એક વાર કલામ સાહેબ લેક્ચર આપવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું કે જયારે પણ હું આપું છુ ને ત્યારે મને અંદર થી ખુબજ મજા આવે છે.અપણે હમેશા દિલ મોટું રાખી ને વહેચ્વુ જોઈ એ પછી એ પૈસા હોય ,જ્ઞાન હોય કે થોડા સારા શબ્દોં.જો આવું કરવાથી સામેવાળા ના જીવન માં ફેરફાર થતો હોય કે એ ખુશ થતો હોય તો તમારા ખુદ ને અને માણસજાત માટે આનાથી ઉત્તમ કઈ પણ ના હોઈ શકે.

 1. “Be you” માટે લડો

આપણાં આ ગોળા પર રહેતા દરેક લોકો એ યુનિક છે- અલગ છે પરંતુ આપની આજુ-બાજુ નું આ આખું વિશ્વ એ તમને યુનિક બનવાને બદલે “કોમન”- બીજા જેવા બનાવવામાં લાગ્યું છે, તે લોકો તેમના પૂરા પ્રયત્ન થી દિવસ અને રાત એક કરી ને તમને અલગ ન થવા દેવાના.તો આપણે યુનિક-અલગ તરી આવવા માટે “જંગ-મેદાન” ની ભયંકર માં ભયંકર લડત ને લડતા રહેવું અને ક્યારેય પણ આ લડત થી થાકવું નહીં કેમ કે બીજા ઘણા તમારા પર આશ રાખી બેઠા હસે

 1. લિમિટેશન ની રેખા તોડો

ઈતિહાસ એ સાબિત કરેલ છે કે જે લોકો પાસે અશક્ય ને પામવાનું અને એને ઈમેજિન કરવાનું સાહસ હોય એ લોકો જ આ દુનિયા ને બદલી નાખે છે,દરેક જાત ની માનવજાત ની રેખા ઓને તેઓ તોડી ને દુનિયા માટે અલગ માપદંડ લે આવે છે

 1. શીખવાનું ચાલુ રાખો

જ્યારે આપણે સિખવાનું ચાલુ રાખીએ છે તેના થી આપણે નવા-નવા વિચારો નો જન્મ થાય છે,વિચારો થી આપની ક્રિએટિવિટી માં વધારો થાય છે,ક્રિએટિવિટી થી જ્ઞાન વધે છે અને જ્ઞાન થી તમે “સર્વોત્મ” બોલે તો ગ્રેટ બનો છો.

 1. સપના ની પાછળ ભાગો વિથ ઈમાનદારી

ગમે તે મોટા સપના કેમ ના હોય આપણે બીજા ને કાન આપ્યા વગર,ખુદ માં વિશ્વાસ રાખી ને તમારા કામ ના “હેપી એંડિંગ” વિષે વિચારો અને એના પર દિવસ અને રાત લાગ્યા રહો.આ દુનિયા ના લોકો તો તમારી ટાંગ ખેચવા બેઠા જ છે,તે લોકો તમને ઉપર ને જ આવવા દેવા ના અબજો પ્રયાસ ને આપણે આપના કામ દ્વારા જ જવાબ આપવા જરૂરી છે અને હા કોઈ પણ લીડર એ હમેશા ઈમાનદારી થી જ કામ કરવું અને ઈમાનદારી થી જ સક્સેસ્સ થવું એમાં ક્યારેક લીધેલા ખોટા શોર્ટકટ એ તમારા સપના ની વિરુદ્ધ કોઈક બીજા રસ્તે જ લઈ જશે

 

“All birds find shelter during a rain but eagle avoids rain by flying above the clouds”

 

 

 

 

                   (Life : To be continued)

 

 

 

 

 

 

pc :- indian exp

 

વિઝીટ ઓફ “THE લક્ષ્મી વિલાસ પેલેસ”

1498036876760

સાલ 1836 માં GBP180,000 (ગ્રેટ બ્રિટિશ પૉઉન્ડ)ની કિંમતે “મહારાજા સયાજીરાવ ગાયકવાડ No.ત્રણ”દ્વારા “ઈન્ડો-સાર્સેનિક” સંસ્કૃતિ ને અનુસરી, લક્ષ્મી વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો. ડિઝાઈનર ™ મેજર ચાર્લ્સભાઈ માન્ટ (આર્કિટેક્ટ) .

સયાજીદાદા નું આ ઘર અત્યાર સુધી નું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન બન્યું છે અને પેલી રાણી એલિથબેઝ ના બકિંગહામ પેલેસના કદની ચાર ગણું છે.

એક અદભુત અને આંખ ને લીંબુ શરબત નો જામ પીવડાવે એવું તો મેદાન. વાહ…ગજબ નું…!!
હવે ઘર ની અંદર ની વાત કરીએ તો સાલું ખર્ચો કર્યો વસુલ એમ થઈ જાય એવું ઇન્ટિરિયર તો બાકી એક દમ ફાડું,ફેલિપી ની ક્રાફ્ટએડ ક્રિષ્ના,દ્રૌપદી,ગાયકવાડ ના રાજ્યભિષેકો દરેક ની બારીક કોતરણી વળી મૂર્તિ જે મારા હાલ માં કોઈ કારીગર દ્વારા બનાવવી લગભગ ઇમ્પોસીબલ છે !!.

કિચક અને મહાભારત,સરસ્વતી ને લક્ષ્મી,દાદા-પૌત્ર ની જુગલબંધી દરેક ની પેઇન્ટિંગ એ સ્પેસિઅલ કોઈક રાજા ને હાયર કર્યો હતો જે આવા કામ માટે વિશ્વવિખ્યાત બન્યો.

1890 માં આ ચાર્લ્સ ભાઈ એ ડીઝાયન બનાવવા ની શરૂઆત કરેલી,એમાં પણ અદભુત ટાવર,હાલ ના ઇન્જિનિયર ને પણ શરમાવે એવી તો ગુંબજ ની ડિઝાઇન,યુરોપિયન ઝુંમર,બાહુબલી માં જે ટેકનોલોજી બતાવે હથિયાર ની એ જ સેમ ટુ સેમ કોપી મારી હોય એવા તો સાલા ભલા,તીર, રાઈફલ,ઔરનગઝેબ અને હોટ ફેવરિટ શિવાજી મહારાજ નો એ “વાઘનખ” (પેલા અફઝલ ખાન – મુઘલ ને માર્યો હતો ને ગળે લાગવા ગયો એ બહાને તે કાકા મહારાજ ને ચાકુ મારવા જતા જ હતા ત્યાં જ એ કપટ ની ગંધ આવી ને “વાઘ-નખ” થી મૃત્યુયાત્રા ની ટિકિટ ફાડી આપી) અને બીજા નાની-મોટી રાઈફલ etc.. બોલે તો ઘણું ઘણું ઘણું બધું છે.

આ મહેલ ની ડિઝાઇન તો બનાવી નાખી ચાર્લ્સભાઈ એ બટ જયારે નિર્માણ કાર્ય ના શ્રીગણેશ થયા ને 7 ફુટ ઊંડા પાયા નખાયા ત્યારે આ ભાઈ ને બીક લાગી કે આ બૌ જ મોટી ભૂલ કરી છે કે આ પાયા એ આ અદભુત ઇમારત ને નઈ સંભાળી શકે એટલે અને બુદ્ધિદોષ ને કારણે એ આત્મહત્યા ને હવાલે થઈ ગયો પરન્તુ આવા સઁસ્કૃતી,રમત,જ્ઞાન અને કલા ને જે માણસ આગળ વધારવા માંગતો હોય એના કામ માં કદીય અડચણ ના આવે અને આ ઇમારત હજીયે એમ ને આમ આ દેશ ને ગૌરવ આપી વિશ્વ કક્ષા એ પ્રાઉડલી પ્રેસેન્ટ કરે છે.

એક વાર જજો ફુલ ફેમિલી આવી મજા છે ને કોઈ મુવી જોવી એના કરતા ખરેખર વર્થ-ટાઈમ સ્પેન્ડિંગ છે.

“ઘુમને કે ઈશ્ક ને ગાલિબ નિકકમાં બના દિયા,
વરના આદમી તો હમ ભી કભી કામ કે થે”

જીવો અને જીવવા દો, રખડવા વાળા ને રખડવા દો ના મોટો સાથે જય શ્રી ક્રિષ્ના,

આપનો રખડું લાડકો ડિઝાયનર,
વિશાલ કાંતિલાલ તેરૈયા
21/જૂન/2017

PC :– ભાઈ પોતે (Vishal Teraiya)👍
#travel #Laststop #baroda #Gujarat #Tourism#happiness

— at Lakshmi Vilas Palace & Banquets.

Steps towards sustainablity

18920689_1224020914374569_5254624882286835782_nBeyond expectations ??? છે ને ???….
“આપ SMS કરો,અમેં વૃક્ષો વાવીશું”
🤘
પૈસા,ઇન્ફરાસ્ટ્રક્ચર,સ્વચ્છતા,કલ્ચર,ખાણી-પીણી,ડાયમંડ,કાપડ,ઓઇલ, મોજ-શોખ,જલ્સા,સંસ્કાર અને અલગ અલગ વેરાઇટી ના માણસો માં સુરત એ દેશ ને દુનિયા માં પરાક્રમ બતાવી ને ઓલવેઝ ટોપ માં રહેવાનું કરે એ તો આપણે ખુબ સારી રીતે જાણીએ છીએ અને એમાં મેઈન ક્રેડિટ ગોસ ટુ SMC ના કર્મચારી,કલેકટર અને કમિશનર કેમ કે સાલું આવી સારી બુદ્ધિ પણ કોણ સુઝાડે?..પહેલા નીચે આપેલ ફોટો જોવો સાહેબ !!! Salute યાર !! એકદમ ફાડું.. એક બાજુ બધા ગવર્મેન્ટ કૈં કરતી નથી અને આ SMC સાલું વેરા ઉઘરાવવા સિવાય ક્યાં કૈં કરે છે!! ..બે-ત્રણ દિવસ પેલા વાત થઈ એમ કે પર્યાવરણ માં કૈં રેવા નઈ દીધું સતત વૃક્ષો ના કટીંગ કરી-કરી ને વાતાવરણ માં હિટ-વેવ નું પ્રમાણ ઘણું જ વધી ગયું હતું એ બાબત માં SMC એ એક જોરદાર ઈનીસીએટિવ લાવ્યા છે તો હવે આ એક સ્ટેપ ને ફુલ ટુ સમર્થન આપી ને ઘર ની આજુ-બાજુ અને બીજા લોકો ને પણ જાણ કરવા નમ્ર વિનતી(ના પાડે તો જણાવવું ક ભાઈ મફત છે, વાવી દે ને એક ઝાડવું) એન્ડ કોઈ એટલું સારૂ આપણા માટે કરતા હોય તો પછી આ પ્રકાર ના ઇવેન્ટ ને ખુબ જ સફળ બનાવવું જેથી ભવિષ્ય માં કોઈ આવા સારા સારા કાર્ય માટે SMC ને મોટીવેશન મળ્યા રાખે.
#Thanks #SMC #SAVE #ENVIRONMENT,

આપનો લાડકો એન્જિનિયર,
વિશાલ કાંતિલાલ તેરૈયા

આજ,કાલ ને પછી??? :વિશ્વ પર્યાવરણ દિન

આપડા દેશ ની કહો કે આખી દુનિયાની,ભગવાન બર્થડે હોય કે પછી હોય રાષ્ટ્રીય ત્યોંહાર હોય,એ દિવસ કે આગળ-પાછળ ના થોડા દિવસ પેલા કે પછી બસ એ ત્યોંહાર કે દિવસ નો ઉમળકો , જુસ્સો કહો ભક્તિભાવ કે દેશ ભક્તિ રહે પરંતુ પછી તો “રાત ગઈ બાત ગઈ” એમ બધા પોત-પોતાની ઝંઝટ માં લાગી જાય છે,

તમને એમ થતું હશે સાલું આજે આને શું થયું છે!?? કેમ સત્સંગી ની જેમ વાતો કરે છે આજે નથી કોઈ પાર્ટી નો જન્મદિવસ કે કોઈ ત્યોંહાર તો પછી છે શું????…”આખીર….કેહના ક્યાં ચાહતે હો”…
ધમાલી ભાઈઓ એન્ડ પ્રિય બહેનો…રોજ-બરોજ ની આ વંડરફુલ જીવન માણી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આપને દરેક લોકો કૈંક ને કૈંક રીતે પોતાના અહમ ને શંતોષવા માટે લાખો – કરોડો કમામવા પાછળ પર્યાવરણ નું એટલી હદે નુકસાન થઈ રહ્યું છે જેના લીધે આપડી આવતી પેઢિ નઈ બાપ આજ જનરેશન ને આ પવિત્ર ધરતી પર રેહવું બઉ જ અઘરું પડી જવાનું છે. આપડે સૌ જમીન ની 30 કિલોમીટર મથાળે રહેલા ઓઝોન લેયર થી લઈ ને જમીન માં ના ગર્ભમાં 300,500,600 કિલોમીટર સુધી બસ કાઢ્યા કાઢ જ થયા છો,
ને જ્યાં રહીએ છે એ તો જાણે લડી જ લીધું હોય એમ કૈં રેહવા જ નથી દીધું, સતત ખેતી લાયક જમીન,જંગલો,નદી દરેક ને એટલી હદે નુકશાન કરી રહ્યા છે જે અતિ ગંભીર બાબત જણાય છે. એટલે તરત આપડે એમ જ કહી દઈ એ ઓ ભાઈ….બોલવા માં ભાન રાખ !!! કોને કીધું તને મેં નુકશાન કર્યું પર્યાવરણ ને …આ બધું તો સરકાર,પેલા અરબ વાળા ને ટ્રમ્પ કાકા ને લીધે થાય છે…..હેય ગોડ ….બસ એમ ને એમ જ ભાર-ભૂલ નો ટોપલો બીજા પર નાખી ને છટકી જઈએ છીએ . પરંતુ શરૂઆત તો આપડે આપના લેવલ થી જ કરવી પડશે, જેમ SIP માં થોડું થોડું આપડે નાખવનું ભાન આવે તેમ આ સમાજ,દેશ અને દુનિયા ને sustainable બનવવવા માટે શરૂઆત આપના થી જ કરવી પડશે , જેમ કે

“3R Implementation” એટલે .Reduce, Reuse and Recycle બસ આ જ અમલ કરો એટલે તમે તમારા જીવન ને ન્યાય આપ્યો કેહવાય અને એવા જ બીજા ઘણા એક દમ સરળ બોલે તો સિમ્પલ રસ્તા જેમ કે
* જયારે પણ શોપિંગ માટે જશો ત્યારે પ્લાસ્ટિક બેગ ની જગ્યા એ “ઈકો-બેગ” ને આપણી ભાષા માં કહીએ તો કપડા કે કાગળ માંથી બનાવેલી થેલી નો ઉપયોગ
* નાના બાળકો ને સાથે લઈ ને અવનવી તરકીબ અજમાવી ને “વૃક્ષારોપણ” નું નામ આપવા ને બદલે દરેક નાગરિક ની મૂળભૂત જવાબદારી છે એમ સમજાવવું ને બને એટલા વધારે વૃક્ષ વાવવા,
* પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ શક્ય હોય એટલો કરવો,એમાં કઈ નીચા ના થઈ જવાય
* અને એક દમ છેલ્લે, ના ના બાળકો,એન્જીનીયરીંગ ના ભુલકા કે જે માર્ક્સ ને બદલે કંઈક સમાજ,દેશ ને પોતાની જાત ને સન્માન આપવા થોડું-ઘણું ઈનોવેશન કરે એ દિશા માં પ્રેરિત કરવા…….

બસ,
That’s it,….અરે યાર!! એટલું મસ્ત જીવન,અદભુત કુદરતના ભાગ નો એક દમ સાચવી-વિચારી ને મોજ થી જીવો..

એજ
આપનો લાડકો એન્જિનિયર
વિશાલ કાંતિલાલ તેરૈયા
#Happy_Environment_Day

સચિન : A Billion Dream

🙌સચિન.. …સચિન🙌🙌……….
🏏”સચિન : A Billion Dream “🏏

આ બિલિયન ડ્રીમ્સ માં પાંચ -દસ મારા પણ હતા,જે માણસ ને ભગવાન ની પોસ્ટ પર નીમવામાં આવે, એ સમાન ગણવામાં આવે,આ પોસ્ટ કાંઈ હાથ ફેલાવી ને કોઈ રોમાન્ટિક સોન્ગ ગઈ ને,કોઈ ની સારી-સારી વાતો કરી ને,મીઠુ-મીઠુ બોલી ને નઈ પણ,એટલું મોટું સામ્રાજ્ય (રન,પૈસા અને ફેન) એ પાછળ ના અદભુત પરાક્રમ થી લઈ ને મેહનત ની પરાકાષ્ઠા-પરિશ્રમ ને લીધે અને આ જ પરાક્રમ ને સો સો સલામ🏅
પછી એ વાત હોય.

🏊1989 ની પાકિસ્તાન ની મેચ થી લઈ ને બાંગ્લાદેશ સામે ની 100 મી સદી એ કઈ રેકોર્ડ કરવાનું તો બહુમાન 🏋 સર્વોચ્ચ છે જ પણ જયારે એને ખુદ પૂછવામાં આવે કે પાર્ટી આટલા બધા રેકોર્ડ કર્યા એમાં સૌથી બેસ્ટ મોમેન્ટ કઈ!??? તો એક જ જવાબ જીભ ના ટેરવે રાહ જોઈ ને જ બેઠો હોય છે કે #WorldCup ♥ જીતવું…જોયો ને ભાઈ દેશ-પ્રેમ ને આવી ઘણી નાની મોટી જાણી અજાણી વાત આ મુવી માં જોવા મળશે,

24 ફેબ્રુઆરી 2010 ની એ બેવડી સદી🌋,Milestone ને દુનિયા ને નવો રેકોર્ડ,નવી આશા,નવો નિશ્ચય એ આ લેન્ડમાર્ક મોમેન્ટ દ્વારા જાણવા માં આવ્યો, દરેક ને લાગતી અસંભવ,સપના માં પણ ના જોયેલ હોય એવી ને 😂કેજરીવાલ પ્રધાનમંત્રી બની જાય તો પણ વિશ્વાસ આવે પણ બાપ……આતો મોરારી બાપુ એ કીધું એની જેમ

😘”મેરે હાથો કી ગરમી સે પીઘલ જાયેંગી જંજીરે,
મેરે હાથો કી હોત સે બદલ જાયેગી તકદિરે” એવું છે,

બે ટકા નો પણ વિશ્વાસ ન હતો એ ચાહકો 😎(મેચ જોયા વગર,સાંધા ની સૂઝ ના હોય ને ગામ પંચાત કરતા ગલ્લે બેઠા બેઠા હાથ માં માવો ઘસનારા ને એ લોકો જેવા બીજા ઘણા) ને એમ જ થતું હતું કે આ પાર્ટી એ રીટાયર લેવું જોઈ એ ને આ જ બેવડી એ એવી જોરદાર લપડાક લગાવી ને કે બધા વખાણ કરતા ના થાકે,

3 મહિના પહેલા જયારે treasure બાર પડ્યું 😇ત્યારે એ 10 સેકન્ડ ની મજા એન્ડ 🙌🙌🙏”સચિન.. સચિન…” 🙌🙌🙏 નો પોકાર સાંભળી ને જ નક્કી કરી લીધું હતું કે “યે નહિ દેખા તો કુછ નહિ દેખા” ને આજે એ સાચું પણ સાબિત થઈ ગયું,

આ એક 💪BioPic ખરેખર જોવા જેવી છે,જોરદાર ખૂણે-ખાચરે થી Archives,કોઈક ભૂરો છે એની પણ ખરેખર જોરદાર Directorship છે અને ભગવાન ના મુવી માં સોન્ગ બનાવવા માટે કોઈ નાનો માણસ નઈ પણ એ ઇમોશન સમજી સકે એવા “સઁગીત ના બાદશાહ” એ.ર.રહેમાન નું સંગીત એ એક નવી ઉમંગ ભેગી કરે છે..

✌🤘વધારે કાંઈ બોલવાનું થતું જ નથી મુવી જોઈ જ નાખો એટલે જાતે જ મારી એમ આમ જ્ઞાન આપવા ના બેસી જાવ તો કહેજો..

જય શ્રી કૃષ્ણ👍

આપનો લાડકો એન્જિનિયર,
વિશાલ કાંતિલાલ તેરૈયા

#sachineabilliondreams

Happy women’s Day

​#Happy_women’s_Day
Twinkle Twinkle Little star👰🏼…

*Brave 😎& beautiful👩‍🏫,*

This is what you are….
હું વિશાલ આજે જે વાત કહું છું Working women’s એવા ફક્ત ને ફક્ત તમારી ને તમારા જેવા લાખો મહિલાઓ કે સમાજ ને આગળ લાવવા માટે અથાક *Devotion & Dedication* ની કદર કરુ છું ને બે શબ્દો કહું છું..
આજ નો આ દિવસ ખુબ જ જોરદાર કમ ઇમ્પોર્ટન્ટ છે.આ દિવસ તમારો છે,તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની છે…to smile  then everything in the world changes.
What a wonderful creature you are

*”સ્ત્રી”*એટલે સમાજ ના *Real Architect*,

અને હા … *Woman* = *W*onderful *O*utstanding *M*arvelous *A*dorable & *N*ice
આ રૂઢિસુસ્ત સમાજ માટે અને આ ટેક્નોલોજી માં પણ સંકુચિત માણસો નો તમને રોકવાનો ગમે તેટલો પ્રયત્ન કરે બસ તમે cricket માં કેવાય એની જેમ *Play your  natural game,whatever format it is (one day or 20-20)*….એજ રીતે તમે પણ તમારા દરેક સાથી મિત્રો માટે *Women empowerment* નું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી ને સમાજ ને આગળ લાવતા રેહજો ને સાચું કહું તો મન માં આવે આ કરજો કોઈ ના દબાવ માં આવી ને નિર્ણય લેશો નહીં…You all are *unique* You all are *wonderful*….

You deserve to be *happy* today so enjoy your day to the fullest.
*Happy women’s day* 💁🏼
-આપનો લાડકો એન્જિનિયર *”વિશાલ તેરૈયા”*
#Respect

ભારત ની 70 મી વર્ષ ગાંઠ

ભારત વર્ષ ની આઝાદી ની 70 મી વર્ષ ગાંઠની સૌ ને હૃદય થી શુભેચ્છા .
આજે લાલ કિલ્લા પાર નું નરેન્દ્ર મોદી નું અભૂતપૂર્વ ભાષણ લગભગ દરેક લોકો આ સાંભળ્યું જ હશે .
આ 2 કલાક ના અભિવાદન માં તેમને “1857 થી 2022″ નું એક અદભુત ચિત્ર નું વિવરણ કર્યું . સૌ પ્રથમ તેમના વરકતુત્વ ની શરૂઆત આપણા વીર જવાનો થી અને ત્યારબાદ આઝાદી ના લડવૈયા થી કરી હતી .ત્યારબાદ સરકાર ના કામો – યોજના ઓનો અમલ એટલે કે PLANNING TO COMMINSIONING નું એક ચલચિત્ર પ્રસ્તુત કર્યું. આ દરમિયાન ચૂંટણી લક્ષી વાતો જોવા મળવી સ્વાભાવિક જ છે .પરંતુ જયારે પાકિસ્તાન ને તેના કરેલા પાપ વિષે જણાવી બાલોચિસ્તાન અને POK ના નાગરિકો નો આભાર વયક્ત કર્યો અને મારા માટે તો આ પાકિસ્તાન ની અવળચંડાઈ ની ખુલ્લી ચુનોતી હતી કે ” અબ દૂધ માંગો ગે તો ખીર નહિ દેંગે લેકિન કાશ્મીર માંગા તો POK એન્ડ બાલોચિસ્તાન  પક્કા છીન લેંગે ”
આ બાદ મોદી જી એ નાના નાના બાળકો ની વચ્ચે જેઇ ને એક અદભુત દૃશ્ય બતાવ્યું હતું જે લગભગ અત્યંત સુંદર તેમજ આ બાળકો ની દેશ + મોદી પ્રેમ નું વર્ણન હતું .
ખરેખર જે મોદીસાહેબ આ બોલ્યું છે તેનો સૌ સાથે મળી ને એક લક્ષ ધારી કામ કરે તો આ ધન્ય ધારા નું ભલું થતા વાર નથી લાગવાની .
જય હિન્દ
જય ભારત

આપનો એન્જીનીર વિશાલ કે તેરૈયા