TRAVEL : ખુદ જ ખોવાઈ , ખુદ ને શોધવા નો રસ્તો….ધરા સ્વર્ગ ની રાહે : Voyage da GOA

સંધ્યા ટાણું છે હાલ..હું ધીરે ધીરે મારા ડિપ્લોમા ના મિત્રો નિકલો, ચકાભાઈ, નયલો, ધવલો અને કપિલ સાથે ટ્રેન ની હાલક ડોલક માં ફાંકા મારતા મારતા ગોવા ની રાહે ઊપડ્યા છે ને અચાનક જ એવા ટોપિક પર આવી ગયા જે કોઈ મોટા મોરારીબાપૂ કે કોઈ મોટા સત્સંગી હોય તેમની જેમ જીવન ની સાચી મજા આ રઝળપાટ અને મારા પપ્પા કયે એની જેમ “ઘર માં પડ્યો પાણો ય કંઈક કામ આવે પણ આ રખડવા વાળા નું કાંઈ ના થાય”.

મને તો ક્યારેક એમ થાય કે સાલું બધી સારી સારી જગ્યા આ GOD (Goa) ,આપણાં ભોળનાથ (હિમાલય) જેવી કુદરત ની અત્યંત બેસ્ટ માં બેસ્ટ જગ્યા એ જ જેઇ ને વસ્યા છે તો આપણો શું વાંક??

ઘણા લોકો ને જોયા,વાંચ્યું અને ઘણી રીતે ખુદ અનૂભવેલ વાતો કે આપણે આ ગામ ની ઉપાદી મૂકી ને શું કામ “Travel” એ વાત ઉપર થોડા મારા આંતરિક મંતવો મુકું છું,કે મારા માટે કઈ રીતે યાત્રા નું importance છે.

  • થોડું તમારા માટે જીવો : સમય ખુબ જ ઓછો છે
    અપને રોજે રોજ ની એક ની એક જિંદગી સવાર થી સાંજ સુધી બરતરા કરી ને બીજા દિવસ નો એલાર્મ વાગે એટલે આ જ પાછું Repeat ટેલીકાષ્ટ પર મૂકીએ છીએ.પરંતું વસ્તુ એ જ છે કે એટલી બધું ટેન્શન,ઉપાદી, ભેજા મારી થી અંતે શું મળે આ જરીક નિસકર્ષ કાઢીએ તો સાલું તમે ખુદ માટે તો જીવતા જ નથી.તો આ જ શોધવા માટે ફરવું જરૂરી છે.
  • તમને જ ખબર નથી કે તમે શું કરી શકો છો  
    Travel એ તમારી ખુદ ની ખાસિયત,તમારી સ્કીલ જાણવા માં એવી મદદ કરે કે તમને ખુદ વિશ્વાશ ના થાય.
  • નિર્ણય શક્તિ વધારશે
    Travel કઈ તમને દરેક સારા જ અનુભવ નહિ આપે આ તો તમને પહેલા ફુલ આપશે ને પછી ખેંચી ને એવી ઝાપટ મારે કે કામકમાટી ઉપડી જાય, ને આવી પરિસ્થિતિ માં કુદરત જે શીખવે આ દુનિયા ની કોઈ કોલેજ ના શીખવાડી શકે,
  • ફક્ત નીકળી જાવ…બાકી નું ભગવાન પર છોડી દો  
    એક વસ્તુ તમને હજારો લોકો થી સાંભળવા મળશે કે કઈ હતું નહિ એક દમ easy છે…તો કર્યું કેમ નઈ???વસ્તુ આ જ છે …..એક ધક્કો લાગી જાય એટલે બધું સરળ થઈ જાય.
  • નવી ભાષા,સંસ્કૃતિ અને લોકો ને જાણવા મળે
    આ દુનિયામાં અનેક ભાષા છે ને અને સંસ્કૃતિ. અને દરેક ની જીવવાની પદ્ધતિ અલગ હોય છે.આપણા ગુજરાત માં તો “બાર ગામે બોલી” બદલાય પણ જો આપડે આ જગ્યા થી દૂર જાય તો કેટલી મોજ આવે.એ ને નવા નવા લોકો,દરેક ની નવી રીત એમાં થી નવું જાણી ને આપડા જેવા engineer ને બૌ નવીન idea આવ્યા એવું સાંભળેલ છે.
  • તમારી ક્રિએટિવિટી માં ધરખમ વધારો કરશે.
    ઉપર કહ્યા મુજબ જ જેમ અલગ અલગ ભાષા ને સંસ્કૃતિ ને સમજસુ તેમ તેમ અંદર ગૂંચવાઈ ને સાલું એવું કૈં થઈ જશે કે મજા જ આવી જાય.
  • બીજા પર વિશ્વાસ કરતા શીખવશે
    “શહેરીકરણ” ને કોર્પોરેટ કલ્ચર માં મોઢે જૂઠું ને પાછળ થી છરા ભોંકવા ની બઉ જ ખરાબ આદત એ ભલા માણસ ને એટલી વાર છેતરી નાખે કે પાછો વિશ્વાશ કરવા માં અત્યંત ચીંગુસાઈ બતાવે..તો જો તમે વધુ પ્રવાસ ખેડો તો તમે ધરી નઈ શકો એટલી હદે માણસો સારા છે આ અહેસાસ થશે ને અદભુત હોય છે…”Relationship Depends directly propositional to trust”
  • Problem solving સ્કીલ વધશે અને તમે બીજા માટે fire-બ્રિગેડ સમાન બનશો.
    “માથે આવે ને તો કુદરત શીખવાડે”…એટલા માં જ સમજી જજો ..વધારે કાંઈ લોડ નથ આપવો
  • ઘર નું મહત્વ સમજાશે
    આ તો સૌથી મહત્વ નો ફાયદો છે.”universe નો છેડો ઘર” આ અનુભૂતિ થવાની જ છે..
  • નવું શીખવા મળે
    નો કમેન્ટ…..બધું આ જ છે જિંદગી માં.
  • આગળ વધવાની પ્રેરણા બનશે
    જો તમે એક mountain ચડો ને ઉપર પોહચી ને તમેં એ સાબિત નથી કરતા કે દુનિયાના લોકો તમને જોય છે બટ તમે દુનિયા ને આરામ થી નિહાળી શકો છો. ને આ સમય આવે તો મન માં પહેલો વિચાર આ જ આવશે કે હવે તો બીજા mountain નો વારો
  • વધુ મેહનત ને પૈસા કમાવા ની હિંમત આપે
    આ બધી રામાયણ ત્યારે જ થાળે પડશે જયારે ખીચા માં કંઈક હશે…ઠં ઠં ગોપાલ હોવ તો ફાંકા મારવા સિવાય કૈં નાથાય.

બસ આ કોઈ મેં તમને મોટીવેટ કરવા નઈ પરંતુ જે સત્ય છે એ જ જાણવું છું ……બાકી તો તમે ને તમારી તન્હઈ ..કરો મોજ-એ-આરામ..હસતા રહેજો જલ્સા કરો ક્યારે વિકેટ પડી જશે ને ખબર ય નઈ પડે…

બસ એટલુંજ…

આપનો લાડકો એન્જીનિયર

વિશાલ કાંતિલાલ તેરૈયા

cropped-101.jpg

2 thoughts on “TRAVEL : ખુદ જ ખોવાઈ , ખુદ ને શોધવા નો રસ્તો….ધરા સ્વર્ગ ની રાહે : Voyage da GOA

Leave a comment