કલામ સાહેબ ની શિખામણો

                                          “ક્યારેય પણ પહેલી જીત પછી રોકાઈ ના જવું,                                                                                   જો તમે બીજા કામ ના નિષ્ફળ થશો તો તમારી પહેલી જીત                                                ને ભાગ્ય નું નામ આપવા માટે હજારો લોકો આતુરતાથી તૈયાર હશે”—ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

 

abdul-kalam-l

 

કલામ સાહેબ કે જે એક પ્રેસિડેંટ,એરો-સ્પેસ એંજીનિયર,પ્રોફેસર,ટીચર,લેખક અને એક હાર્ડ વર્કિંગ દેશ પ્રેમી હતા. એ હમેશા દરેક ભારતીય માટે એક ઉર્જા અને મોટિવેશન નું પાવર હાઉસ રહ્યા છે.જેમની આત્મકથા “Wings of Fire” તથા ઘણા બધી વાતો કે જેમનો Winning એટ્ટીટ્યૂડ ને દર્શાવે છે જેમની વાર્તા કે એવા એટ્ટીટ્યૂડ સાથે કામ કરવા માટે પ્રેરિત કરે નીચે બતાવી છે.

  1. ફેઇલ્યુર ને મેનેજ કરવું

કલામ સાહેબ હમેશા કહેતા કે આપણે ફેઇલ્યુર થી ડરી ને ભાંગી-તૂટી ના પડતાં ફેઇલ્યુર ને શાંતિ થી જોવો પછી અને એ સુધારવનું તો ખરું જ પરંતુ એને મેનેજ કરતાં સિખવું જોઈ એ,હેન્ડલ કરતાં સિખવું મહત્વ નું છે. જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરવાના તેમાં પ્રોબ્લેમતો આવવાની જ અને એમાં જ મજા છે.

પ્રોબ્લેમ ને તમારી શીપ(જહાજ) રૂપી લાઈફ નો કૅપ્ટન કોઈ દિવસ બનવાના દેવું એના બદલે તમારે જ કૅપ્ટન બની ને તમારી લાઈફ ને કિનારે પોહચડવું તેમજ પ્રોબ્લેમ ને દૂર કરવી અને ગમે તે વાવજોડા સામે જજુમવા માટે તૈયાર રહી ને વિજયી થવું.

  1. ધમાકેદાર ભવિષ્ય હકીકતમાં

કલામ સાહેબ એ એંજીનિયર ને પ્રત્યે તેમજ શોધ બોલે તો ઇનોવેશન અને ડિસ્કવરી પર ખૂબ જ ભાર આપતા અને એમાં પર ઉતરવા માટે તેમણે થોડા મંતવ્ય આપ્યા જેમ કે જો તમારે કઈક ઇનોવેટ કરવું હોય તો 24×7 તમારા રિસર્ચ કામ કરવું અને તમારા પ્રોડક્ટ કે વસ્તુ છેલ્લે કેવી હસે આ વિષે વિચરવું બોલેતો “ઈમેજિન ધ વંડરફૂલ આઉટકમ ”

  1. દિલ મોટું રાખો

યુનિવર્સિટિ ઓફ ફ્લોરિડા માં એક વાર કલામ સાહેબ લેક્ચર આપવા ગયા હતા ત્યારે તેમણે કહ્યું કે જયારે પણ હું આપું છુ ને ત્યારે મને અંદર થી ખુબજ મજા આવે છે.અપણે હમેશા દિલ મોટું રાખી ને વહેચ્વુ જોઈ એ પછી એ પૈસા હોય ,જ્ઞાન હોય કે થોડા સારા શબ્દોં.જો આવું કરવાથી સામેવાળા ના જીવન માં ફેરફાર થતો હોય કે એ ખુશ થતો હોય તો તમારા ખુદ ને અને માણસજાત માટે આનાથી ઉત્તમ કઈ પણ ના હોઈ શકે.

  1. “Be you” માટે લડો

આપણાં આ ગોળા પર રહેતા દરેક લોકો એ યુનિક છે- અલગ છે પરંતુ આપની આજુ-બાજુ નું આ આખું વિશ્વ એ તમને યુનિક બનવાને બદલે “કોમન”- બીજા જેવા બનાવવામાં લાગ્યું છે, તે લોકો તેમના પૂરા પ્રયત્ન થી દિવસ અને રાત એક કરી ને તમને અલગ ન થવા દેવાના.તો આપણે યુનિક-અલગ તરી આવવા માટે “જંગ-મેદાન” ની ભયંકર માં ભયંકર લડત ને લડતા રહેવું અને ક્યારેય પણ આ લડત થી થાકવું નહીં કેમ કે બીજા ઘણા તમારા પર આશ રાખી બેઠા હસે

  1. લિમિટેશન ની રેખા તોડો

ઈતિહાસ એ સાબિત કરેલ છે કે જે લોકો પાસે અશક્ય ને પામવાનું અને એને ઈમેજિન કરવાનું સાહસ હોય એ લોકો જ આ દુનિયા ને બદલી નાખે છે,દરેક જાત ની માનવજાત ની રેખા ઓને તેઓ તોડી ને દુનિયા માટે અલગ માપદંડ લે આવે છે

  1. શીખવાનું ચાલુ રાખો

જ્યારે આપણે સિખવાનું ચાલુ રાખીએ છે તેના થી આપણે નવા-નવા વિચારો નો જન્મ થાય છે,વિચારો થી આપની ક્રિએટિવિટી માં વધારો થાય છે,ક્રિએટિવિટી થી જ્ઞાન વધે છે અને જ્ઞાન થી તમે “સર્વોત્મ” બોલે તો ગ્રેટ બનો છો.

  1. સપના ની પાછળ ભાગો વિથ ઈમાનદારી

ગમે તે મોટા સપના કેમ ના હોય આપણે બીજા ને કાન આપ્યા વગર,ખુદ માં વિશ્વાસ રાખી ને તમારા કામ ના “હેપી એંડિંગ” વિષે વિચારો અને એના પર દિવસ અને રાત લાગ્યા રહો.આ દુનિયા ના લોકો તો તમારી ટાંગ ખેચવા બેઠા જ છે,તે લોકો તમને ઉપર ને જ આવવા દેવા ના અબજો પ્રયાસ ને આપણે આપના કામ દ્વારા જ જવાબ આપવા જરૂરી છે અને હા કોઈ પણ લીડર એ હમેશા ઈમાનદારી થી જ કામ કરવું અને ઈમાનદારી થી જ સક્સેસ્સ થવું એમાં ક્યારેક લીધેલા ખોટા શોર્ટકટ એ તમારા સપના ની વિરુદ્ધ કોઈક બીજા રસ્તે જ લઈ જશે

 

“All birds find shelter during a rain but eagle avoids rain by flying above the clouds”

 

 

 

 

                   (Life : To be continued)

 

 

 

 

 

 

pc :- indian exp