ડર : લેટ્સ ટેક ચાંસ

એ વસ્તુ જ હંમેશા કરવી જેનાથી તમને ડર લાગે, આ કાર્ય વારંવાર કરતાં રહો, આ એક જ ઝડપી રીત છે જેમાં નક્કી જ ડર પર કામિયાબી હાંસિલ કરી શકો છો.”—ડેલ કારનેગી

 

ગુજરાત ના સુરતસિટી માં મિકેનિકલ ઈંજીનિયરિંગ માં એક વિધ્યાર્થી ભણતો હતો, ભણવા માં સ્માર્ટ,દેખાવે પણ એક દમ શાહરૂખ ખાન.પરંતુ નાનપણ થી મમ્મી-પાપા ની એક જ ઈચ્છા કે આપણો છોકરા ખૂબ ભણે-ગણે ને આગળ વધે,એ નો ભાઈ તો ભણવામાં માં એક દમ અવ્વલ, એટ્લે સ્વાભાવિક છે કે એ વિધ્યાર્થી પર “માર્કસવાદ” નો પ્રભાવ રેહવાનો જ.           એ વિધ્યાર્થી હંમેશા “ઓન્લી સ્ટડી નથિંગ એલ્સ” ની માન્યતા સાથે બોર્ડ માં તો જોરદાર સફળતા મેળ્વી,ત્યારબાદ જ્યારે એંન્જિનિયરિંગ માં આવ્યો તો એને લાગ્યું કે સાલું માર્કસ જ બધુ નથી અને એ ભાઈ ને એક જ બહુ મોટો ડર હતો અને લગભગ દરેક લોકો ને હોય છે….”પબ્લિક સ્પીકિંગ”.કોલેજકાળ માં તો નાના-મોટા પ્રોગ્રામ તો ચાલુ  હોય છે ને એ છોકરા ને બહુ ઈચ્છા રહતી કે ક્યારેક જિંદગી માં માઇક પકડવા મળે,સમય એની રીતે જતો હતો ને એક દિવસ સ્વતંત્રતાદિન ને દિવસે “વ્રકૃત્વ સ્પર્ધા” માટે ભાઈ એ આંખ બંધ કરી ને નામ નોંધાવી દીધું,પછી ????

બસ 2-5 દિવસ રહ્યા હતા ને “સ્ટેજ-ફોબિયા” એ ચરમસીમા એ હતો, લગભગ નક્કી જ કરી લીધૂ હતું કે આપના થી નહીં થાય ત્યારે અચાનક જ થયું કે એક જ વાર ટ્રાય કરી એ પછી એવું હોય તો જોયું જાય શું કરશું,ને ત્યાં જ એને થયું કે આ બાબતે કોઈક જાણકાર ની મદદ લેવી એમાં તો નસીબજોગે અમારા મેનેજમેંટ ના એક મેડમ જે હંમેશા એઙ્કરિંગ કર્તા હોય તો એંમને મલ્યો,બસ તેમણે થોડા મોતીવેશનલ પમ્પ માર્યા ને કીધું કે “અરીસા સામે જો ને થોડી પ્રકટીસ કરો બાકી બધુ થે જશે,મને વિશ્વાસ છે “ એ  પણ ખૂબ જ જોર માં હતો ને એક ફાડું સ્ક્રીપ્ટ બનાવી ને ખૂબ પ્રેક્ટિસ કરી,રેકોર્ડિંગ કરી ને વારંવાર પ્રેક્ટિસ કરી ને દિવસ આવ્યો 15th ઓગસ્ટ 2016.

3-4 લોકો એ જ્બ્ર્જસ્ત સ્પીચ આપી,ને મારી “હાર્ટબિટ” એ મારા હ્રદય બહાર આવી જતી હોય એમ ધડામ-ધડામ થતું હતું ને નામ આવ્યું ,પાર્ટી ઊભા થયા સરસ્વતી માતા ને વંદન કરી ને બોલવાનું ચાલુ કર્યું, 5 થી 6 મીનીટ નું એ ભાષણ પૂરું થયું ,બસ એ ભાઈ નિરાશ થઈ ને સ્ટેજ પરથી નીચે આવ્યો ક સાલું ધાર્યું એવું ન સ્પીચ આપી. પછી રાહ જોવાઈ રહી હતી પરિણામ ની અને એ વિધ્યાર્થી રાહ જોઈ રહ્યો હતોકે આ પરિણામ નો ટીમેપસ્સ પૂરો થાય એટ્લે હોલ ની બહાર જવા મળે,કેમ કૅ ઇનો તો નંબર આવવાનો જ ના હતો એવો એને વિશ્વાસ, અને અચાનક જ “વ્રક્ર્ત્વ સ્પર્ધા માટે 1st પ્રાઇઝ ગોસ ટુ..  ” ને એ જ વિધ્યાર્થી હતો જે હોલ માથી,પરિસ્થિતી માથી ભાગવાની વાત કરતો હતો,પછી તો બધુ જ બદલાઈ ગયું હોય એમ એને તો માઇક નો નશો લાગી ગ્યો હોય એમ ,એન્કરિંગ,ઈલોક્યુશન,ડિબેટ દરેક જ્ગ્યા એ એના જ નામ દેખાતા હતા ને આખી કોલેજ માં અને ધીમે ધીમે સમાજ માં પણ બોલવાનું ચાલુ કર્યું ને ક્યારેય ઊભો ના રહ્યો.

જો એ વિધ્યાર્થી એ આંખ બંધ કરી ને એમાં ભાગ ના લીધો હોત,થોડી હિંમત રાખી ને ચાંસ લીધો એ એક ચાંસ એ એની જિંદગી બદલી નાખી ,પછી પબ્લિક સ્પીકિંગ માં તો બાદશાહ થઈ ગ્યો,અને સૌથી મહત્વ નું કૅ એને જે વસ્તુ નો ડર લાગતો હતો એ જ વસ્તુ એની જિંદગી ની સૌથી પસંદીત વસ્તુ બની ગઈ હતી .આપણે પણ એફકેટી એ જ કરવાનું છે ટેક ચાંસ, યેક એક્શન અને રેસ્ટ વિલ્ બી હિસ્ટ્રી ..

 

 

“Your Problem is the bridge the gap between where you are now and the goals you intend to reach” – Earl Nightingale

 

 

 

 

                   (Life : To be continued)