વિઝીટ ઓફ “THE લક્ષ્મી વિલાસ પેલેસ”

1498036876760

સાલ 1836 માં GBP180,000 (ગ્રેટ બ્રિટિશ પૉઉન્ડ)ની કિંમતે “મહારાજા સયાજીરાવ ગાયકવાડ No.ત્રણ”દ્વારા “ઈન્ડો-સાર્સેનિક” સંસ્કૃતિ ને અનુસરી, લક્ષ્મી વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો. ડિઝાઈનર ™ મેજર ચાર્લ્સભાઈ માન્ટ (આર્કિટેક્ટ) .

સયાજીદાદા નું આ ઘર અત્યાર સુધી નું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન બન્યું છે અને પેલી રાણી એલિથબેઝ ના બકિંગહામ પેલેસના કદની ચાર ગણું છે.

એક અદભુત અને આંખ ને લીંબુ શરબત નો જામ પીવડાવે એવું તો મેદાન. વાહ…ગજબ નું…!!
હવે ઘર ની અંદર ની વાત કરીએ તો સાલું ખર્ચો કર્યો વસુલ એમ થઈ જાય એવું ઇન્ટિરિયર તો બાકી એક દમ ફાડું,ફેલિપી ની ક્રાફ્ટએડ ક્રિષ્ના,દ્રૌપદી,ગાયકવાડ ના રાજ્યભિષેકો દરેક ની બારીક કોતરણી વળી મૂર્તિ જે મારા હાલ માં કોઈ કારીગર દ્વારા બનાવવી લગભગ ઇમ્પોસીબલ છે !!.

કિચક અને મહાભારત,સરસ્વતી ને લક્ષ્મી,દાદા-પૌત્ર ની જુગલબંધી દરેક ની પેઇન્ટિંગ એ સ્પેસિઅલ કોઈક રાજા ને હાયર કર્યો હતો જે આવા કામ માટે વિશ્વવિખ્યાત બન્યો.

1890 માં આ ચાર્લ્સ ભાઈ એ ડીઝાયન બનાવવા ની શરૂઆત કરેલી,એમાં પણ અદભુત ટાવર,હાલ ના ઇન્જિનિયર ને પણ શરમાવે એવી તો ગુંબજ ની ડિઝાઇન,યુરોપિયન ઝુંમર,બાહુબલી માં જે ટેકનોલોજી બતાવે હથિયાર ની એ જ સેમ ટુ સેમ કોપી મારી હોય એવા તો સાલા ભલા,તીર, રાઈફલ,ઔરનગઝેબ અને હોટ ફેવરિટ શિવાજી મહારાજ નો એ “વાઘનખ” (પેલા અફઝલ ખાન – મુઘલ ને માર્યો હતો ને ગળે લાગવા ગયો એ બહાને તે કાકા મહારાજ ને ચાકુ મારવા જતા જ હતા ત્યાં જ એ કપટ ની ગંધ આવી ને “વાઘ-નખ” થી મૃત્યુયાત્રા ની ટિકિટ ફાડી આપી) અને બીજા નાની-મોટી રાઈફલ etc.. બોલે તો ઘણું ઘણું ઘણું બધું છે.

આ મહેલ ની ડિઝાઇન તો બનાવી નાખી ચાર્લ્સભાઈ એ બટ જયારે નિર્માણ કાર્ય ના શ્રીગણેશ થયા ને 7 ફુટ ઊંડા પાયા નખાયા ત્યારે આ ભાઈ ને બીક લાગી કે આ બૌ જ મોટી ભૂલ કરી છે કે આ પાયા એ આ અદભુત ઇમારત ને નઈ સંભાળી શકે એટલે અને બુદ્ધિદોષ ને કારણે એ આત્મહત્યા ને હવાલે થઈ ગયો પરન્તુ આવા સઁસ્કૃતી,રમત,જ્ઞાન અને કલા ને જે માણસ આગળ વધારવા માંગતો હોય એના કામ માં કદીય અડચણ ના આવે અને આ ઇમારત હજીયે એમ ને આમ આ દેશ ને ગૌરવ આપી વિશ્વ કક્ષા એ પ્રાઉડલી પ્રેસેન્ટ કરે છે.

એક વાર જજો ફુલ ફેમિલી આવી મજા છે ને કોઈ મુવી જોવી એના કરતા ખરેખર વર્થ-ટાઈમ સ્પેન્ડિંગ છે.

“ઘુમને કે ઈશ્ક ને ગાલિબ નિકકમાં બના દિયા,
વરના આદમી તો હમ ભી કભી કામ કે થે”

જીવો અને જીવવા દો, રખડવા વાળા ને રખડવા દો ના મોટો સાથે જય શ્રી ક્રિષ્ના,

આપનો રખડું લાડકો ડિઝાયનર,
વિશાલ કાંતિલાલ તેરૈયા
21/જૂન/2017

PC :– ભાઈ પોતે (Vishal Teraiya)👍
#travel #Laststop #baroda #Gujarat #Tourism#happiness

— at Lakshmi Vilas Palace & Banquets.